ભાજપના દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયમાં એનડીએના પ્રધાનોની બેઠકનું આયોજન , ભાજપના પ્રમુખ અમિત શાહે એનડીએના સહયોગી પક્ષોને રાત્રિ ભોજન (ડિનર) માટે આમંત્રણ આપ્યું..ગુરુવાર, 23મેથી ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ જશે. એકઝિટ પોલમાં એનડીએની સરકાર ફરી રચાવાના સંકેત મળતા ભાજપમાં ઉત્સાહની લહેર.

0
874

 

                  

        ..ભાજપના મુખ્ય કાર્યાલયમાં મળેલી એનડીએના પ્રધાનોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ એનડીએના સહયોગીઓ માટે અમિત શાહ દ્વારા ડિનર યોજવામાં આવ્યું હતું. જેમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકર તેમજ બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ડિનર સમારંભમાં એનડીએના 33 જેટલા સહયોગીઓએ હાજરી આપી હતી. એનડીએના પ્રધાનોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મેં જીવનમાં અનેક ચૂંટણીઓ જોઈ છે, પણ આ વખતની ચૂંટણી મને કોઈ ચૂંટણી અભિયાન જેવી લાગી નથી. મારા માટે આ વખતે  ચૂંટણી -પ્રચાર એક તીર્થ- યાત્રા જેવો રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એનડીએ સરકારનો શાસનકાળ સફળ રહ્યો. ભવિષ્યમાં પણ એનડીએ મજબૂત બનીને કામગીરી બજાવશે.

      તાજેતરમાં આવેલો ચૂંટણી વિષયક એકઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી હોવાના અંકોથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છે. 23મેના આવનારા પરિણામો જનતાનો ખરો ચુકાદો જણાવશે.