ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપ દ્વારા કોલકાતામાં પોલીસ મુખ્યાલયનો ઘેરાવ ..

0
768


પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રસની રાજયસરકાર છે. સત્તાના સૂત્રો મુખ્યપ્રધાન મમતા બેનરજીના હાથમાં છે. લોકસભાની ચૂંટણીના પરિણામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં દિન-પ્રતિદિન હિંસાના બનાવો બની રહ્યા છે. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે હિંસાત્મક અથડામણો થઈ રહે છે. બન્ને પક્ષો એકમેક પર આરોપ મૂકી રહ્યા છે. બુધવારે ભાજપે પોતાના કાર્યકરોની હત્યાનો વિરોધ કરવા માટે કોલકાતાના લાલબજાર સ્થિત મુખ્ય પોલીસ કાર્યાલયને ઘેરાવ કર્યો હતો. પોલીસતંત્રના જણાવ્યા અનુસાર, ભાજપના કર્યકરોએ દેખાવ અને ઘેરાવ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. દેખાવો દરમિયાન પોલીસના હસ્તક્ષેપને કારણે ભાજપના અનેક કાર્યકરો ઘાયલ થયા હતા. ભાજપ પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મુકુલ રાય અને પ્રદેશ મહાસચિવ રાજુ બેનર્જીને પણ આદેખાવો દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. બન્નેને સારવાર માટે ઙોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. મમતા બેનરજીની સરકારનાો વિરોધ કરવા માટે આ દેખાવો યોજવામાં આવ્યા હતા. આ દેખાવોમાં તાજેતરમાં લોકસભામાં તાજેતરમાં ચૂંટાયેલા પશ્ચિમ બંગાળના ભાજપના 18 સંસદસભ્યો પણ સામેલ હતા. પોલીસતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભાજપના કાર્યકરો દ્વારા નારાબાજી કરવામાં આવી હતી તેમજ ભાજપના કાર્યકરોએ પોલીસના અધિકારીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. ભાજપના મહાસચિવ વિજયવર્ગીયના જણાવ્યા અનુસાર,પશ્ચિમ બંગાળમાં ભાજપનો જમનાધાર વધી રહ્યો હોવાથી મુખ્યપ્રધાન મમતા બેનરજી છંછેડાયા છે. એમણે માનસિક સંતુલન ગુંમાવી દીધું છે. તેઓ ભાજપના કાર્યકરો પર અત્યાચારોની તરફેણ કરી રહ્યા છે. પોતાની સત્તા સાચવી રાખવવા માટે તેો હિંસાની રાજનીતિ અપનાવી રહ્યા છે.