ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને દેશભકત કહ્યાઃ તેમના આ નિવેદનથી વિવાદ …

0
909

ભોપાળથી ભાજપના ઉમેદવાર તેમજ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગાંઘીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ઓળખાવતાં સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રમાં વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાે આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નિવેદન એ ભારતના આત્મા પર કરાયેલો હુમલો છે. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતા ગાંધીજીના હત્યારાને દેશભક્તના રૂપમાં પેશ કરી રહ્યા છે. દેશ માટે જાનની કુરબાની આપનાર હેમંત કરકરે ને તે દેશદ્રોહી ગણાવે છે. હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપ  ગોડસેનું વંશજ છે. હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન એ ભાજપનુ ડીએનએ છે. મોદી- અમિત શાહે પસંદ કરેલા લોકસભાના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે આખા દેશનું અપમાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here