
ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રમોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના પ્રખર ટીકાકાર તેમજ કોઈનીય સેહ સરમ રાખ્યા વિના પોતાનું મંતવ્ય જાહેરમાં પ્રગટ કરનારા ભાજપના પીઢ નેતા અને ભૂતપૂર્વ નાણાંપ્રધાન યશવંત સંહાએ તાજેતરમાં પીએન બી ગોટાળા અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતુંકે, આ ગોટાળા બાબત કેન્દ્રના નાણાપ્રધાને જવાબ આપવો જોઈએ. તેઓ પોતાની જવાબદારીમાંછી છટકી ના શકે. તેમનુી સામે પણ તપાસ કરવી જોઈએ.આ અગાઉ સર્જાયેલા મોટા નાણાકીય કૌભાંડો વિષે વાત કરતા ંતેમણે કહ્યું હતું કે, 1990- 92માં શેરબજારના દલાલ હર્ષદ મહેતાએ કરેલા ગોઠાળા સમયે મનમોહન સિંઘ નાણાપ્રધાન હતા અને તેમની સામે પણ તપાસથી હતી. તે જ રીતે કેતન પારેખે કરેળા કૌભાંડ સમયે હું નાણાખાતુ સંભાળતો હતો અને એની તપાસ બાબત મેં જવાબદારી સ્વીકારી હતી. અરુણ જેટલીની નાણાપ્રધાન કરીકે આ જવાબદારી છે એ અંગે તેમણે શું પગલા લીધા હતા તેની પણ તપાસ થવી જોઈએ.