ભાજપના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી કોરોનાની બીજી લહેર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહયા છેઃ મહામારીનો સામનો કરવાનો અખત્યાર નીતિન ગડકરીને સોંપવાની સ્વામીની માગણી ..

 

 

      ભારતમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો જાય છે. કોરોનાને ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો પૂરતા નથી તેમજ વહીવટીતંત્ર કાર્યક્ષમ નથી તેવી ફરિયાદ હવે માત્ર વિપક્ષ જ નહિ , ભાજપના સમર્થકો અને નેતાઓ પણ કરી રહ્યા છે. તાજેતરમાં પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ અંગે ચિંતાની  લાગણી વ્યક્ત કરી હતી. આ મહામારીને ડામવાની કામગીરીની મુખ્ય જવાબદારી ભાજપના અગ્રણી અને કાબેલ નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સોંપવાની તેમણે માગણી કરી હતી. ઓકસીજનની અછતના મુદા્ અંગે વાત કરતાં પણ તેમમે કહ્યું હતું કે, સરકારે એ કહેવાનું હવે બંધ કરવું જોઈએ કે આપણી પાસે ઓકસીજનનો કેટલો પુરવઠો છે. હવે સરકારે એ વાત કરવી જોઈએકે તેમણે  કેટલા ઓકસીજનની સપ્લાય કરી અને કઈ કઈ હોસ્પિટલને ઓકસીજન મોકલવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં કોરોનાની વધુ એક લહેર આવે એવી સંભાવના છે. જેમાં બાળકો વધુ ખતરામાં મૂકાશે. આથી હવે કરવા પગલાં લેવાનું જરૂરી બન્યું છે. હવે કોરોના સામે જંગ લડવાની કમાન વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ નીતિન ગડકરીના હાથમાં સોંપી દેવી જોઈએ  હવે પીએમઓ પર નિર્ભર રહેવાથી કામ નહિ ચાલે.