ભાજપના અગ્રણી નેતા અરુણ જેટલીને હોસ્પિટલમાં દાખલ કરાયા.

0
815

મોદી સરકારમાં નાણાંપ્રધાન તેમજ સંરક્ષણપ્રધાનનો અખત્યાર સંભાળનારા બાહોશ કેન્દ્રીયપ્રધાન અરુણ જેટલીને તાજેતરમાં નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. અચાનક તેમની તબિયત લથડતાં તેમને જરૂરી ચેકઅપ માટે એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એમ્સની મુલાકાત લઈને જેટલીની તબિયત અંગે માહિતી મેળવી હતી. અરુણ જેટલીની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ગત વરસે મે મહિનામાં અરુમ જેટલીને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ અવારનવાર તેમનવી તબિયત બગડતી રહી છે. નાદુરસ્ત તબિયતને કારણે જ તેઓ લોકસભાની ગત ચૂંટણી લડ્યા નહોતા. ભાજપના પ્રચંડ વિજય બાદ રચાયેલી મોદી સરકારમાં પણ પોતે પ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા તૈયાર નથી એવું તેમણે મોદીને અગાઉથી જ જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો અને બેઠકોમાં અરુણ જેટલીની ગેરહાજરી રહેતી હતી. તેમની નાદુરસ્ત તબિયતને લીધે જ ગત વરસે નાણાખાતાના રાજ્યમંત્રી પીયૂષ ગોયલે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી એ અનુસાર, અરુણ જેટલીને જમણા પગમાં ટીશ્યુનું કેન્સર થયું છે. જેની સારવાર કરૈાવવા માટે તેઓ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાતે ગયા હતા.