ભાજપથી નારાજ શત્રુધ્ન સિંહા દિલ્હીથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે?

0
803

 

બોલીવુડના વિતેલા વરસોના ઉત્તમ ખલનાયક અને ચરિત્ર અભિનેતા અને ભાજપના સંસદસભ્ય શત્રુધ્ન સિંહા નરેન્દ્ર મોદીની સરકાર અમલમાં આવી ત્યારથી જ જુદા જુદા મુદા્ઓ પર સરકારની ટીકા કરતા રહ્યા છે. ભાજપના ટોચના નેતાઓ એમની દરકાર નથી કરતા એનો વસવસો શત્રુધ્નને હંમેશા રહ્યો છે. ભાજપ દ્વારા તેમની સતત ઉપેક્ષા થતી રહે છે. પક્ષના મહત્વના કાર્યક્રમોમાં કે કોઈ નીતિ વિષયક ચર્ચા-વિચારણામાં એમને આમંત્રિત કરવામાં આવતા નથી. ચૂંટણી દરમિયાન પ્રચારની કામગીરીમાં પણ એમની ગણતરી કરવામાં આવતી નથી. આથી અકળાયેલા આ અભિનેતા ગમે ત્યારે ભાજપ છોડી દેશે એવી અટકળો થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શત્રુ હાલમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓનો સંપર્ક  કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભાજપથી નારાજ સંસદસભ્ય કોંગ્રેસ હાથ પકડે તેવી સંભાવના છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભાની ચૂંટણીમાં નારાજ બિહારીબાબુ શત્રુધ્ન સિંહા કોંગીની ટિકિટપર દિલ્હી નોર્થ ઈસ્ટ પરથી ચૂંટણી લડશે. જો કોંગીની નેતાગીરી આ અંગે મૌન સેવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here