ભવિષ્યમાં અંતરીક્ષમાં થશે માણસોનો જન્મ!ઃ જેફ બેઝોસ

 

વોશિંગ્ટનઃ અંતરીક્ષ ઉપર રાજ કરવાનો ખજાનો ખોલી ચૂકેલા દુનિયાના બીજા સૌથી અમીર માણસ જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે અને એક દિવસ માણસ અંતરીક્ષમાં પેદા થશે. આટલું જ નહીં અંતરીક્ષમાં જન્મેલા માણસો પૃથ્વી ઉપર ફરવા આવશે. જેમ આપણે પાર્કમાં ફરવા જઈએ છીએ. સ્પેસ કંપની બ્લ્યૂ ઓરિજિનના માલિક જેફ બેઝોસના કહેવા પ્રમાણે ભવિષ્યમાં અંતરિક્ષમાં શહેર બનશે અને ત્યાં જ માણસોનો જન્મ થશે. વોશિંગ્ટનમાં બ્લ્યૂ ઓરિજિનનાં ભવિષ્યને લઈને આયોજિત એક ચર્ચામાં બેઝોસે કંપનીનની યોજનાઓ, અંતરિક્ષમાં સંશોધન, ધરતીને બચાવવા સહિતના મુદ્દે પોતાની વાત રાખી હતી.