ભલે મારી રાજકીય કેરિયર બરબાદ થાય પરંતુ હું સત્યનો જ સાથ આપીશ : રાહુલ ગાંધી 

 

નવી દિલ્હીઃ એક તરફ રાજસ્થાનમાં કોંગ્રેસના અંદરોઅંદર સતત તણાવની સ્થિતિ ચાલી રહી છે તો બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટર વોર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અગાઉ ટ્વીટર પર એક મોનોલોગ વીડિયો શેર જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. 

રાહુલ ગાંધીએ સોમવારે ફરી એક વાર ટ્વીટર પર જણાવ્યુ છે કે ચીનીઓ આપણા વિસ્તારોમાં ઘુસી ગયા છે. ચીનીઓની ઘુસણખોરી મને પરેશાન કરી રહી છે અને હું ગુસ્સાથી ઉકળી ઊઠ્યો છું. રાહુલ ગાંધીએ સરકાર પર જુઠાણું ચલાવવાનાં આરોપ લગાવીને કહ્યું કે ભલે મારું રાજનૈતિક કેરિયર બરબાદ કેમ ન થઈ જાય હું સત્ય બોલતો રહીશ.

રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે મારી પ્રથમ પ્રાથમિકતા દેશ અને દેશનાં નાગરિકો છે અને આ વાત એક દમ સ્પષ્ટ છે કે ચીનીઓ એ આપણાં વિસ્તારોમાં ઘુસણખોરી કરી છે અને આ વાત મને પરેશાન કરી રહી છે અને મને લાગે છે કે કેવી રીતે બીજો દેશ આપણાં વિસ્તારમાં ઘુસણખોરી કરી શકે છે