ભડકાઉ ભાષણ આપવા બદલ સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે હાઈકોર્ટમાં પિટિશન

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી તેમજ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રા પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ મૂકતી એક પિટિશન દિલ્હી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

આ પિટિશનમાં ભડકાઉ ભાષણ આપવા બદલ કોંગ્રેસના ઉપરોક્ત ત્રણેય નેતા ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એઆઇએમઆઇએમનાં નેતા ઓવૈસી અને વારીસ પઠાણનાં પણ નામ સામેલ કરાયાં છે.

પિટિશનમાં માગ કરાઈ છે કે હાજ્કોર્ટ દ્વારા આ તમામ નેતાઓ સામે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવે. સીએએનો વિરોધ કરવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભડકાઉ ભાષણ આપીને લોકોને રસ્તા પર ઊતરવાનું કહ્યું હતું, જેને કારણે ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ બની હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here