ભગવો આતંક શબ્દ રચીને કોંગ્રેસ હિંદુ ધર્મને બદનામ કરી રહી છે – ભાજપનો આરોપ

0
928

ભારતીય જનતાપક્ષે સોમવારે 16 એપ્રિલે એક નિવેદન દ્વારા કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ  ભગવા શબ્દ સાથે આતંક શબ્દ જોડીને આયાસપૂર્વક હિંદુ ધર્મનું અપમાન કરીને એને બદનામ કરી રહી છે. હૈદરાબાદની મક્કા મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનામાં સંડોવાયેલા પાંચે આરોપીઓને એનઆઈએ અદાલતે આજે નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતા. ત્યારબાદ ભાજપના સત્તાવાર પ્રવક્તા સંબિત પાત્રાએ મિડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, આ અદાલતી ચુકાદો આવ્યા બાદ કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સમક્ષ પ્રગટ થયો છે. સચ્ચાઈને છુપાવવા માટે સચ્ચાઈને બદલી નાખવા માટે અદાલતમાં પહેલેથી જ સોગંદનામું દાખલ કરી દેવામાં આવ્યું હતું. પી. ચિદંબરમ સહિત કોંગ્રેસના લોકો ભગવો આતંકવાદ સાબિત કરવામાટે આવાં ખોટા કામજ કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને શ્રીમતી સોનિયા ગાંધીએ દેશની માફી માગવી જોઈએ.