બ્લેકહોલના રહસ્યો સમજાવનાર ત્રણને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક

 

સ્ટોકહોમઃ ભૌતિક વિજ્ઞાન માટે આ વર્ષનું નોબલ પારિતોષિક રોજર પેનરોઝ, રિનહાર્ડ ગેંજેલ અને એંડ્રીય ગેજને આપવામાં આવશે. રોજર પેનરોઝે આલ્બર્ટ આઇન્સટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતને સમજવા માટે એક ગણિતિય રીત તૈયાર કરી છે અને તેના માટે તેમને આ પારિતોષિક મળશે. ગેંજેલ અને ગેજને સંયુક્ત રૂપે બ્લેક હોલ અને મિલ્કી વેના રહસ્યો સમજાવવા માટે નોબલથી નવાજવામાં આવશે.

નોબેલ વિજેતા એન્ડ્રીઆ ગેજનો જન્મ ૧૯૬૫માં અમેરિકાના ન્યુ યોર્ક સિટીમાં થયો હતો. લોરિયેટ રિનહાર્ડ ગેંઝેલનો જન્મ ૧૯૫૨માં જર્મનીના બેડ હમ્બર્ગ વોરડર હોહેમાં થયો હતો. તેઓ જર્મની અને યુકબરકેલે યુ.એસ.એ.ના ગેસ્ટિંગ, એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ફિઝિક્સ, મેક્સ પ્લાંક ઇનિ્સ્ટટ્યૂટના પ્રોફેસર છે. રોજર પેનરોઝ વિશે વાત કરતા, તેનો જન્મ ૧૯૩૧ માં કોલચેસ્ટર લંડનમાં થયો હતો. હાલમાં તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. સ્ટોકહોમમાં રોજર પેનરોઝ, રિનહાર્ડ જેન્ગેલ, એન્ડ્રીઆ ગેજનાં નામની ઘોષણા કરવામાં આવી.

પાંચ ઓક્ટોબરે બે અમેરિકન અને એક બ્રિટિશ એમ ત્રણ વૈજ્ઞાનિકોને  હિપેટાઇટીસ ઘ્ વાઇરસની શોધ બદલ આ વર્ષે ફિઝિયોલોજી અને મેડિસિનનું નોબલ પ્રાઇઝ આપવાની ઘોષણા કરાઇ હતી. હાર્વે જે ઓલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇઝ એ ત્રણ વૈજ્ઞાનિકો છે, જેમણે હિપેટાઇટીસ C શોધ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે દર વર્ષે વિશ્વમાં સાત કરોડ જેટલા હિપેટાઇટીસ C વાઇરસના કેસ આવે છે અને તેના કારણે વાર્ષિક ચાર લાખ લોકોના મોત થાય છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોને તેમની આ શોધ માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે. આ વાઇરસની શોધ એ આખા વિશ્વ માટે એક મહત્ત્વની શોધ સાબિત થશે કારણ કે હિપેટાઇટીસ ઘ્ સિરોસિસ અને યકૃતના કેન્સરનું મુખ્ય કારણ છે. હિપેટાઇટીસ C વાઇરસની શોધ પછી હિપેટાઇટીસ C વાઇરસ પર નિર્દેશિત એન્ટિવાયરલ દવાઓના ઝડપી વિકાસને પણ મંજૂરી મળી છે.