બ્લુમબર્ગનું વિશ્લેષણ – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ પડકાર નથી,તેઓ 2024 પછી પણ વડાપ્રધાનપદે રહી શકશે !

0
1058

અમેરિકા સ્થિત જાણીતી માહિતી -સમાચાર સંસાધન સંસ્થા બ્લુમબર્ગ દ્વારા એક રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના 16 શક્તિશાળી  અને પ્રભાવક રાજકીય નેતાઓની વર્તમાન સ્થિતિને લક્ષમાં રાખીને વિશ્લેષમ કરવામાં આવ્યું હતું. ભલે ઉત્તરપ્રદેશ અને બિહારની પેટા- ચૂંટણીઓમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડ્યો હોય , તોપણ નરેન્દ્રમોદીની લોકપ્રિયતાના આંકને કશી હાનિ થઈ નથી એવું તારણ બ્લુમબર્ગ દ્વારા કરવામાં આવ્યું છે.બ્લુમબર્ગ દ્વારા વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે 2019માં થનારી લોકસભાની ચૂંટણીની કોઈ પ્રતિકૂળ અસર નરેન્દ્ર મોદીને  નહિ થાય, એટલું જ નહિ , 2024માં પણ તેમનો મુકાબલો કરી શકે, તેમની સામે ટક્કર આપી શકે એવો કોઈ જ શક્તિશાળી રાજકીય નેતા ભારતમાં નહિ હોય !બ્લુમબર્ગ દ્વારા જે 16 વૈશ્વિક નેતાઓની સૂચિ બનાવવામાં આવી છે તેમાં રશિયાના વ્લાદિમીર પુટિન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન, ઈરાનના આયાતોલ્લાહ અલી ખોમૈની, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ થાય છે.