બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિશે ચારુસેટ દ્વારા બ્રેસ્ટ સેલ્ફ એકઝામિનેશન ઓનલાઈન વર્કશોપ યોજાયો 

 

ચાંગાઃ  ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇનિ્સ્ટટ્યુટ ઓફ નર્સિંગ (પ્વ્ત્ફ્)ના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા તાજેતરમાં આણંદ જીલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે બ્રેસ્ટ સેલ્ફ એકઝામિનેશન  ઓનલાઈન વર્કશોપ  યોજાયો હતો. આ ઓનલાઈન વર્કશોપમાં ૩૦ થી ૫૯ વર્ષની વયજૂથના કુલ ૩૦ ડેલિગેટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો. ઓક્ટોબર માસ સમગ્ર દુનિયામાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે આથી ૨૭મી ઓકટોબરે યોજાયેલ આ ઓનલાઈન વર્કશોપ બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓમાં જાગૃતતા ફેલાવવા માટે પ્લેટફોર્મ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં મહિલાઓમાં તમામ કેન્સરોમાં ૨૭ ટકા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે જેની શરૂઆત ૩૦ વર્ષની વયથી થાય છે અને ૫૦ થી ૬૪ વર્ષ સુધીમાં તો તેનું પ્રમાણ વધી જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર ૨૮ મહિલામાંથી એક મહિલાને તેના જીવન દરમિયાન બ્રેસ્ટ કેન્સર થવાની શકયતા છે. MTNપ્રિન્સિપાલ ડો. અનિલ શર્માના નેતૃત્વ હેઠળ થયું હતું