બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે દિવાળી પર્વની ઉજવણી કરી

લંડનઃ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રોશનીના પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પણ તેમના પત્ની અક્ષરા મૂર્તિ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. તેમણે દુનિયાભરના લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. સુનકે પોતાને ધર્મપ્રેમી હિંદુ ગણાવતા કહ્યું હતું કે આશા છે કે આ વંશીય અને સાંસ્કૃતિક વિવિધતાનો અદભુત તહેવાર હોઈ શકે છે. ઋષિ સુનકે કહ્યું હતું કે દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીત તરીકે ઉજ્જવળ આવતીકાલનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે પ્રથમ બ્રિટિશ એશિયન વડાપ્રધાન અને ચુસ્ત હિંદુ તરીકે હું આશા રાખું છું કે દિવાળીનો તહેવાર વંશીય અને સાંસ્કૃતિક વિવિધતાનો તહેવાર છે, જે બ્રિટનને વિશેષ બનાવે છે. એક વડાપ્રધાન તરીકે હું વસ્તુઓ સુધારવા માટે પ્રતિબદ્ધ છું. ઋષિ સુનક પોતે હિંદુ છે અને તેઓ હિંદુ ધર્મને ઘણું મહત્વ આપે છે.
આ અઠવાડિયે લંડનની 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ કલાકારોએ પણ ભાગ લીધો હતો. અક્ષય કુમાર, તેમની પત્ની ટ્વિંકલ ખન્ના, પ્રીતિ ઝિન્ટા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વડા પ્રધાનના નિવાસસ્થાનને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. રંગોળી બનાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઋષિ સુનક બ્રિટનના પહેલા હિન્દુ વડાપ્રધાન છે. તેમને આ પદ સંભાળ્યાને એક વર્ષ થઈ ગયું છે, જેના કારણે અહીં પણ દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકની હિન્દુ તરીકે આખી દુનિયામાં ચર્ચા થઈ હતી. સુનક ઘણીવાર જાહેરમાં પોતાને હિંદુ હોવા પર ગર્વ કરે છે. G20 કોન્ફરન્સ માટે ભારત આવ્યા બાદ પણ તેમણે કહ્યું હતું કે તેમને તેમની હિંદુ ઓળખ પર ગર્વ છે. સુનકે કહ્યું હતું કે, હું ગૌરવપૂર્ણ હિંદુ છું. એ રીતે મારો ઉછેર થયો છે. બસ હું એવો જ છું. હું અહીં મારા રોકાણ દરમિયાન મંદિરોની મુલાકાત લેવાની આશા રાખું છું. રક્ષાબંધન પર મારી બહેનોએ મને રાખડી બાંધી હતી. કે ભારતની મુલાકાત દરમિયાન સુનકે અક્ષરધામ મંદિરની મુલાકાત પણ લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here