બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ (રુઢિવાદી) પાર્ટીનો વિજયઃ સંસદમાં ભારતીય મૂળના 15 સાંસદો

0
931

સત્તાવાર માહિતી અનુસાર, બ્રિટનમાં આશરે 15 લાખ જેટલાં ભારતીય મૂળના લોકો રહે છે. દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કન્ઝરવેટિવ પાર્ટીને બહુમતી મળી હોવાથી બોરિસ જોન્સનની સરકાર રચાશે.કન્ઝરવેટિવ પાર્ટીને હાઉસ ઓફ કોમનમાં 365 બેઠકો પર જીત મળી છે.સરકારની રચના કરવા , બહુમતી માટે 326 બેઠકોની જરૂર છે. પરંતુ કન્ઝરવેટિવ પાર્ટીને બહુમતી કરતાં 39 વધુ બેઠકો મળી છે. ચૂંટાયેલા સાંસદોમાં કુલ 15 સાંસદો ભારતીય મૂળના છે. અનેક દાયકાઓ બાદ બ્રિટનની સંસદમાં ભારતીયઓનું મહત્વ વધ્યું છે. દેશના વહીવટીતંત્રના જુદા જુદા સ્તર પર પણ અનેક ભારતીયોએ મહત્વના હોદા્ હાંસલ કર્યા છે.
1892માં દાદાભાઈ નવરોજી પ્રથમવાર બ્રિટનની સંસદમાં ભારતીય મૂળના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભારતવંશી સાંસદોમાં 7 કન્ઝરવેટિવ પાર્ટીમાં અને7 લેબર પાર્ટીમાં ચૂંટાયા છે. એક અપક્ષ ભારતવંશી સાંસદ તરીકે ચૂંટણીમાં વિજયી બન્યા છે.