બ્રિટનમાં રસીની બ્લ્યૂ પ્રિન્ટ ચોરવા રશિયાએ મોકલ્યા હતા જાસૂસ!

 

લંડનઃ રશિયા ઉપર ઓક્સફોર્ડ, એસ્ટ્રાજેનેકા રસીની ડિઝાઇન ચોરવા માટે બ્રિટનમાં એક જાસૂસના ઉપયોગનો આરોપ લાગ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ રસીના ફોર્મ્યુલાને ચોરવા માટે જાસૂસનો ઉપયોગ કર્યો હતો. જેથી રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પોતાના દેશમાં પ્રભાવશાળી સ્પુતનિક વી રસી બનાવીને દુનિયાની પહેલી કોરોના વાયરસ રસી બનાવવાની રેસ જીતી શકે.

રિપોર્ટ મુજબ સુરક્ષા સૂત્રો પાસે પુરાવા છે કે યુકેમાં મોસ્કોનો એક શીર્ષ જાસૂસ કોરોના ફોર્મ્યુલાની બ્લ્યૂ પ્રિન્ટ મેળવવામાં સક્ષમ હતો. જો કે જાસૂસે લેબોરેટરીમાંથી દસ્તાવેજ ચોર્યો હતો કે તૈયાર કરેલી દવા તે હજી સ્પષ્ટ થયું નથી. ગૃહ કાર્યાલય મંત્રી ડેમિયન હિંડ્સે કહ્યું હતું કે, આ મામલે ટિપ્પણી થઈ શકે નહીં અને ઈનકાર પણ કરી શકાય નહીં. વિદેશી શક્તિઓ સતત આર્થિક, સંવેદનશીલ, વૈજ્ઞાનિક રહસ્ય અને બૌદ્ધિક સંપદાને ચોરવાની કોશિશમાં રહે છે તે કહેવું ઉચિત છે.

એમ ૧૫ જાસૂસ પહેલાં જ કહી ચૂક્યા છે કે બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન તૈયાર થયાની ઘોષણા કર્યાના એક મહિના બાદ રશિયન હેકરોએ માર્ચ ૨૦૨૦થી ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઉપર સાયબર હુમલાને અંજામ આપવાની વારંવાર કોશિશ કરી હતી. રિપોર્ટ મુજબ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં એસ્ટ્રાજેનેકાએ ઘોષણા કરી હતી કે કોરોના રસીનું માનવ પરીક્ષણ શરૂ કરી રહ્યા છે. આ ઘોષણા પછીના મહિને રશિયાએ રસી તૈયાર કરી હોવાનું કહ્યું હતું અને પુતિને કહ્યું હતું કે, દેશની પહેલી રસી બનાવીને વૈશ્વિક દોડ જીતી લેવામાં આવી છે. અહેવાલોમાં સામે આવ્યું હતું કે, સ્પુતનિક વી બ્રિટિશ વેક્સિનની જેમ જ કામ કરે છે. બંને વાયરલ વેક્ટર રસી છે