બ્રિટનમાં ખરાબ મોસમને કારણે ઈમરજન્સીની જાહેરાત

0
796
Reuters

આગામી 3 દિવસ દરમિયાન બ્રિટનમાં ભારે હિમવષાૅની આગાહી કરવામાં આવી હતી. બ્રિટનમાં હાલ મોસમ અતિ શીત છે. હાડ ધ્રૂજાવે એવી સખત ઠંડી થી ભરેલું હવામાન છે. સાઈબિરિયાની શીત લહેરો હિમ પ્રપાતની અસર બ્રિટન સુધી પહોંચી છે. ખરાબ હવામાનને કારણે વાહન વ્યવહાર સ્થગિત થઈ ગયો છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી  શકતા નથી. સાઉથ ઈસ્ટમાં મુસાફરી કરનારા લોકોને આજે સાંજ  પહેલાં ઘરે પહોંચી જવાનું સરકારી ફરમાન કરવામાં  આવ્યું છે. આગામી 3 દિવસો દરમિયાન તાપમાન માઈનસ 7 ડિગ્રી સે. થઈ જશે. કલાકના 72 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાશે એવી આગાહી કરવામાં આવી છે.