બ્રિટનમાં ઍક જ મહિનામાં ફરી રાજકારણ ગરમાયુંઃ રિશિ સુનાક ફરી રેસમાં

 

લંડનઃ બ્રિટનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સામે બળવો થયા પછી સત્તા પર આવેલાં લિઝ ટ્રસની ખુરશી પણ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. વડાપ્રધાન બન્યાના ઍક જ મહિનામાં લિઝ ટ્રસે તેમના નિર્ણયોમાં વારંવાર યુ-ટર્ન લેવાની ફરજ પડવાના કારણે તેમના વિરૂદ્ધ નારાજગી વધી છે. લિઝ ટ્રસ જે વચનો આપીને પ્રધાનમંત્રી બન્યાં હતાં તે વચનો હવે બદલી રહ્નાં છે. ટ્રસ સત્તા ગુમાવવા માગતાં ન હોવાથી તેમણે માત્ર ૩૯ દિવસમાં જ નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની હકાલપટ્ટી કરી હતી અને જેરેમી હંટની નવા ચાન્સેલરપદે નિણૂક કરી હતી. આ પરિસ્થિતિમાં કન્ઝર્વેટિવ પક્ષના સિનિયર સાંસદો ટ્રસને પ્રધાનમંત્રીપદેથી હટાવવા માગે છે. લિઝ ટ્રસની ખુરશી જાય તો નવા પ્રદાનમંત્રી કોણ બને તે અંગેના નામોની પણ બ્રિટિશ મીડિયામાં ચર્ચા થવા લાગી છે. આડ્ઢર્યજનક રીતે નવા વડાપ્રધાન બનવાની રેસમાં ફરી ઍક વખત ભારતીય મૂળના રિશિ સુનાક સૌથી આગળ છે. રિશિ સુનાકના બળવા પછી જ બોરિસ જ્હોન્સને પ્રધાનપદ છોડવાની ફરજ પડી હતી. ત્યાર પછી પ્રધાનપદની રેસમાં સુનાક સૌથી આગળ હતા, પરંતુ છેલ્લા રાઉન્ડમાં લીઝ ટ્રસે બાજી મારી લીધી હતી. આ સમયે સુનાકે લિઝ ટ્રસની ૩૦ અબજ પાઉન્ડના અનફંડેડ ટેક્સ કાપની યોજનાની ટીકા કરી હતી. તેમણે કહ્નાં હતું કે, તેનાથી લાખો લોકો માટે સમસ્યા વધશે. પ્રધાનમંત્રીની ચૂંટણીમાં સુનાકના સમર્થક રહેલા જેરેમી હંટે લિઝ ટ્રસની નીતિઓની ટીકા કરી હતી અને કહ્નાં કે, લિઝ ટ્રસ સરકારે ઘણી ભૂલો કરી છે. લિઝ ટ્રસ સરકારની વિવાદીત ટેકસ કાપની નીતિને કારણે નાણાકીય બજારની હાલત ખરાબ થઇ છે.