બ્રિટનની અદાલતે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને એક કેસના મામલામાં 100 મિલિયન ડોલર જમા કરાવવાનો આધેશ આપ્યો

0
1084

અનિલ અંબાણી આજકાલ ભયંકર આર્થિક તંગીમાં છે. અબજો રૂપિયાનું દેવું તેમના પર છે. તેમણે નાદારી જાહેર કરીને દેવાળિયા ઘોષિત થવાની તૈયારી કરી લીધી છે આમ છતાં તેમણે પોતાના વિધ વિધ વ્યવસાય માટે બેન્કો પાસેથી લીધેલાં નાણાં તેમજ અન્ય દેણા ડુંગર જેવા બની ગયા છે.  તાજેતરમાં બ્રિટનની એક અદાલતે 6 સપ્તાહના સમયગાળામાં 100 મિલિયન ડોલર અદાલત પાસે જમા કરાવવાનો આદેશ આપ્યો હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ચીનની 3 બેન્કો ડિફોલ્ટ દેવા પેટે આ માગણી કરી રહી છે. 

  જોકે અનિલ અંબાણીના વકીલો તો પહેલેથી જ કહી ચૂક્યા છેકે,એઅનિલ અંબાણી પાસે આ નાણા ં ચુકવવાની હેસિયત જ નથી. એક જમાનામાં તેઓ અમીર હતા, પણ હાલના સમયમાં તેમની ફાયનાન્સિયલ સ્થિતિ બદતર છે. તેઓ દેવાના પહાડ તળે દબાયેલા છે. તેઓ કોઈનું પણ દેવું ચુકવવાની હાલતમાં જ નથી. અનિલ અંબાણીના કાનૂની સલાહકાર તેમની નેટવર્થ ઝીરો સાબિત કરવાની ગોઠવણો કરી રહ્યા છે..વેળા વેળાની છાંયડી , તે આનું નામ…