બ્રિટનના વ્યક્તિનું નસીબ ખુલ્યું: ૧૮.૭ અબજ રૂપિયાની લોટરી લાગી

 

લંડન: બ્રિટેનના એક વ્યક્તિએ ૧૯૫ મિલિયન પાઉન્ડ (૧૮.૭૦ અજબ ‚પિયા)નો રેકોર્ડ જેકપોટ જીત્યો છે. જેના કારણે આ વ્યક્તિ અત્યાર સુધીની સૌથી મોટી નેશનલ લોટરી વિજેતા બની ગયો છે. જોકે અત્યાર સુધી લોટરી વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, આ વ્યક્તિએ લોટરીમાં એટલી મોટી રકમ જીતીને મે મહિનામાં બ્રિટિશ યુગલ જો અને જેસ થ્વાઈટ દ્વારા જીતેલા ૧૮૪ મિલિયન પાઉન્ડ (૧૭.૬૫ અબજ ‚પિયા)નો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. ‘ધ નેશનલ લોટરી’ના કન્સલ્ટન્ટ કેમલોટના એન્ડી કાર્ટર આ જીત પર ખુશી વ્યક્ત કરતા કહે છે કે, બ્રિટનના એક ટિકટ ધારક માટે કેટલી અદ્ભૂત રાત છે. જેમને ૧૯૫ મિલિયનનો સૌથી મોટો યુરોમિલિયન્સ જેકપોટ મેળવ્યો છે. આ વિજેતા અત્યાર સુધીની સૌથી મોટી નેશનલ લોટરી વિજેતા બની ગયો છે. આ સાથે આ વ્યક્તિ આ વર્ષે બ્રિટનનો ચોથો ભાગ્યશાળી યુરોમિલિયન્સ જેકપોટ વિજેતા અને ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુનો ૧૫મો વિજેતા બન્યો છે. આ અગાઉ ૧૮૪ મિલિયન પાઉન્ડ જીતનાર એન્જિનિયર જો (૪૯), અને હેરડ્રેસીંગ સલૂન ચલાવતા જેસ થ્વાઈટ (૪૪)એ જણાવ્યું હતું કે, કરોડપતી બન્યા બાદ અમે પહેલા ભવ્ય મકાનની ખરીદી કરી હતી, તેમાં અમે ફર્નિચર કરાવ્યુંંહતું. ત્યારબાદ તેમા દરેક પ્રકારની સુવીધાઓ વસાવી હતી. જેમાં અમે આરામથી ખુશીખુશી રહી શકીએ અને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત કરી શકીએ, એ પ્રમાણેનું આયોજન કર્યુ હતું. (ગુજરાત ટાઈમ્સ સંકલન)