બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાત લેશે ..

 

        સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લે એવી સંભાવના છે. ભારત સરકારે તેમને 26 જાન્યુઆરી ગણતંત્રદિનના મહોત્સવ પ્રસંગે ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કર્યા હતા, પરંતુ કોરોના મહામારીના સંક્રમણને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી. યુરોપીય સંધની સંધિમાંથી બહાર નીકળ્યા બાદ બ્રિટનની આ પહેલી સત્તાવાર આંતરરાષ્ટ્રીય મુલાકાત છે. યુરોપીય સંઘથી અલગ થયા બાદ બ્રિટન હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. બ્રિટને ગત મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી જૂન મહિનામાં યોજાનારી જી-7 પરિષદમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.