

વડાપ્રદાન નરેન્દ્ર મોદી હાલમાં લંડનની મુલાકાતે ગયા છે. લંડનમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓની શિખર પરિષદમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પોતાના લંડન ખાતેના રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદીએ લંડનના મશહૂર વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલમાં અનેક ભારતીય લોકોને સંબોધન કર્યું હતું. ભારત કી બાત, સબ કે સાથ કાર્યક્રમ અંતર્ગત, નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. તેમને સવાલ પૂછવામાં આવ્યેો હતોકે, તેઓ રોજ 20 કલાક કાર્યરત રહે છે, એ માટેની શક્તિ – ઊર્જા તેમને કયાંથી મળે છે ? એનો જવાબ આપતાં વડાપ્રદાન મોદીએ કહ્યું હતું કે, હું 125 કરોડ ભારતવાસીઓને મારો પરિવાર માનું છું. જયાં તમને લાગણીની, આત્મીયતાની અનુભૂતિ થાય ત્યાં તમને થાક નથી લાગતો.
એક સવાલનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું ચાહું છું કે જિંદગીમાં કોઈના માટે બોજરૂપ ના બનું, બસ, હસતાં-રમતાં દુનિયામાથી વિદાય લઉં..!