બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા લિઝ ટ્રસ: પૂર્વ નાણાંમંત્રી ઋષિ સુનકને ૨૦૯૨૭ વોટથી હરાવ્યાં

 

યુકે: બ્રિટનની સત્તાધારી કન્ઝર્વટિવ પાર્ટીએ બે મહિનાની લાંબી પ્રક્રિયા બાદ સોમવારે સંસદના નીચલા ગૃહ-હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નેતા અને દેશના આગામી વડાપ્રધાનનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીપદની આ રેસમાં અંત સુધી માત્ર બે જ ચહેરા બચ્યા હતા. પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક અને વર્તમાન વિદેશ મંત્રી લિઝ ટ્રસ. બંને નેતાઓ વચ્ચેની ચૂંટણીમાં પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકને ૬૦૩૯૯ વોટ મળ્યા જયારે તેમના હરીફ લિઝ ટ્રસને ૮૧૩૨૬ વોટ મળ્યા. કન્ઝર્વટિવ પાર્ટીની ચૂંટણી સમિતિના નેતાએ લિઝ ટ્રસને તેમની પ્રથમ પસંદગી તરીકે જાહેર કર્યા. તે બ્રિટનના આગામી વડાપ્રધાન હશે. તેમણે પ્રધાનમંત્રીપદની રેસમાં ઋષિ સુનકને હરાવ્યા હતા. ટ્રસ છ વર્ષમાં આ દેશના ચોથા પ્રધાનમંત્રી બનશે. આ પહેલા ડેવિડ કેમેરોન, થેરેસા મે, બોરિસ જોન્સન ૨૦૧૬થી ૨૦૨૨ સુધી અલગ-અલગ સમયાંતરે પ્રધાનમંત્રીપદ સંભાળી ચુકયા છે. યુકેના આગામી વડાપ્રધાન તરીકે નામ આપવામાં બાદ, વિદેશ સચિવ લિઝ ટઈસે કહ્યું, હું ઉર્જા સંકટ અને ઉર્જા પૂરવઠા તેમજ રાષ્ટ્રીય આરોગ્યસંભાળ પર લાંબા ગાળાની જ‚રિયાતો, કરવેરા ઘટાડવા અને આપણી અર્થ વ્યવસ્થાના વિકાસ માટે વધુ સારી યોજના બનાવીશ. અમે ૨૦૨૪માં કન્ઝર્વટિવ પાર્ટીને જોરદાર જીત અપાવીશું. બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here