બ્રાઝિલના રાષ્ટ્રપતિને અમેરિકન રેસ્ટોરન્ટમાં ન મળી એન્ટ્રીઃ ફૂટપાથ પર ખાધા પિત્ઝા

 

ન્યુ યોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રમાં ભાગ લેવા માટે તમામ દેશોના વડાઓ અમેરિકા પહોંચ્યા છે. આ વચ્ચે અમેરિકાથી બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયેર બોલ્સોનારોની તસવીર સામે આવી છે, જે દુનિયાભરમાં ચર્ચામાં છે. આ તસવીરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો ફૂટપાથ પર ઉભા રહીને પિત્ઝા ખાઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરોમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયેર બોલ્સોનારો ન્યુ યોર્કના રસ્તા પર ફૂટપાથ કિનારે પિત્ઝા ખાતા જોઈ શકાય છે. આ જોઈને લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો કે છેવટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે આવેલા દેશના વડા આ રીતે રસ્તાની બાજુમાં પીત્ઝા ખાતા હોય, તેની પાછળની વાર્તા શું હોઈ શકે? 

આપને જણાવી દઈએ કે, તેની પાછળનું કારણ કોરોનાની રસી છે. અમેરિકામાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ માટે કોરોનાની રસી મેળવવાનો પુરાવો હોવો જરૂરી છે. તેના વગર હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં પ્રવેશ મળશે નહીં. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ઝાયેર બોલ્સોનારો અને તેમના લોકો રેસ્ટોરન્ટમાં પ્રવેશ મેળવી શક્યા નહીં, કારણ કે તેમની પાસે રસીકરણના પુરાવા ન હતા.

રોઇટર્સ અનુસાર, બોલ્સોનારોએ હજી સુધી રસી લીધી નથી. તેમનું કહેવું છે કે, તેમની રોગપ્રતિકારક શક્તિ કોરોના વાઇરસ સામે લડવા માટે પૂરતી મજબૂત છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિના પ્રતિનિધિમંડળમાં સામેલ મંત્રીઓએ રવિવારે રાત્રે ન્યુ યોર્કની ફૂટપાથથી સાથીઓ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બોલ્સોનારો પણ પિત્ઝા ખાઈ રહ્યા