બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિના ૭ લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા

બ્રાઝિલઃ બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના ૭ લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. તેણે બોલ્સોનારો સામે બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો હતો. ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો. હકીકતમાં, ભારતીય સમય અનુસાર, રવિવારે મોડી રાત્રે, બોલ્સોનારોની જાન્યુઆરી ૨૦૨૩માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાનતેમના પર ઓકટોબર ૨૦૨૨માં યોજાયેલી ચુંટણીમાં હાર બાદ તખ્તાપલટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું – બળવો કેવી રીતે થાય છે ? જયારે સૈન્યની ટેન્ક રસ્તાઓ પર ફેરવવામાં આવે ત્યાર લોકો પાસે શસ્ત્રો હોય, પરંતુ જાન્યુઆરી ૨૦૨૩માં આવું કંઇ બન્યું ન હતું. મેં બળવાનો પ્રયાસ કર્યો નથી. ઓકટોબર ૨૦૨૨માં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચુંટણી યોજાઇ હતી. આ ચુંટણીઓમાં બોલ્સોનારો લગભગ ૨૧,૩૯,૦૦૦ મતોથી હારી ગયા અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જીતી ગયા. લુલા દા સિલ્વાએ ૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ શપથ લીધા હતા. હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here