
ભારતીય મૂળની અભિનેત્રી પ્રિયંકા ચોપરાે જાણીતા સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. તે અમેરિકામાં વસવાટ કરી રહી છે. ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર અતિ ભયાનક અને જીવલેણ સાબિત થઈ રહી છે. દર્દીઓને સારવાર આપવા માટે સરકાર પાસે પૂરતું વ્યવસ્થાતંત્રથી. હોસ્પિટલોમાં દર્દીઓને એડમિટ કરવામાં આવતા નથી. તેમને માટે જગા નથી. દર્દીઓને માટો ઓકસીજનના પુરવઠાની અછત છે. અનેક લોકોએ તેમના કોરાનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનની અતિમક્રિયા કરવા માટે સ્મશાન ગૃહમાં કલાકો સુધી રાહ જોવી પડે છે. કોઈ જ જગાઓ સુવિધા કે સગવડ નથી. દર્દીઓને હોસ્પિટલોમાં લાવવા માટે એમ્બ્યુલન્સની સરખી વ્યવસ્થા નથી. અધિકારીવર્ગમાં રોગની ગંભીરતા બાબત સમજણનો પણ અભાવ પ્રવર્તી રહ્યો છે. યોગ્ય ટીમ નથી. દવાઓ પૂરતી નથી. આ બધું જાણીને ભાવુક બનેલી પ્રિયંકા ચોપરાએ અમેરિકાના પ્રમુખ બાયડનને ટવીટ કરીને જણાવ્યું હતું કે, મારા વતન ભારતની હાલત હાલ નાજુક છે. આ કપરી ક્ષણોમાં અમેરિ્કાએ મારા દેશની સહાયતા કરવાનું પગલું પહેલાં લેવું જોઈએ. અમેરિકાએ ભારતનો વેકસીનનો પુરવઠો પણ પૂરો પાડવો જોઈએ. પ્રિયંકાે પ્રમુખ બાયડનને પ્રશ્ન કર્યો હતોકે, તમે કયારે ભારતને વેકસીન મોકલશો
પ્રિયંકાએ લખ્યું હતું કે…..મારું દિલ આઘાત અનુભવી રહ્યું છે….મારું હૃદય તૂટી ગયું છે…ભારત કોરોનાથી પીડિત છે અને અમેરિકાએ જરૂરિયાતથી વધારે વેકસીનનો ( 550એમ)નો ઓર્ડર આપી રાખ્યો છે. શું તમે ભારતને તાત્કાલિક વેક્સીન આપશો..અભિનેત્રી પ્રિયંકા ચોપરા સમયાંતરે કોરોનાની સારવાર માટે જરૂરી દવાઓ તેમજ વેકસીનની માગમી કરતી પોસ્ટ સોશ્યલ મિડિયા પર મૂકતી રહે છે. …એય મેરે પ્યારે વતન , આબાદ રહે તૂ… મૈં કહીં ભી રહૂં , મેરે સાથ રહે તૂ…પોતાની માતૃભૂમિ, પોતાની માટીની મહેકને વિદેશમાં વસનારા ભારતીય કદી ભૂલી શકતા નથી.