બોલીવુડમાં વધારે કમાણી કરતો અભિનેતા અક્ષયકુમાર..

0
895

 

બોલીવુડમાં હાલના સમયમાં સૌથી સફળ અને વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં અક્ષયકુમારનું નામ સૌથી મોખરે     છે. તેમની એક વરસમાં સરેરાશ 2 કે 3 ફિલ્મો  રજૂ થતી હોય છે. એ દરેક ફિલ્મને ટિકિટબારી પર પણ સફળતા મળતી રહે છે. તે બોલીવુડના મોંઘા અભિનેતા છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, અક્ષયે હાલમાં તેમની ફીમાં વધારો કરી દીધો છે. અક્ષયકુમાર એક ફિલ્મમાં કામ કરવાના 54 કરોડ રૂપિયા ફી તરીકે લઈ રહ્યા છે. તેમને એકશન ફિલ્મો કરવી વધુ ગમે છે. આ ઉપરાતં તેઓ દેશભકિતના વિષયોને પણ પ્રથમ પસંદગી આપતા રહે છે. ફિલ્મનો વિષય તેમને ગમી જાય તો તેો પોતાની ફીમાં બાંધછોડ કરતા પણ અચકાતા નથી. તેઓ સોશ્યલ મિડિયા પર પણ સતત સક્રિય રહે છે. દેશના હિતના કાર્ય માટે તેમજ સમાજના નીચલા વર્ગના લોકોના જીવનના વિકાસ માટે તેઓ ઉદારદિલે દાન કરતા રહે છે. તેમની સરળ અને સ્પષ્ટવક્તા તરીકેની ઈમેજને કારણે તેઓ બોલીવુડના કોઈ પણ વાડામાં બંધાયા વિના દરેક સાથે ઉષ્માપૂર્મ સંબંધો કેળવી શક્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here