બોલીવુડમાં યુવા અભિનેતા કાર્તિક આર્યન પોતાનું એક આગવું સ્થાન જમાવી ચૂક્યો છે. ..

0
1173

 

 

    કાર્તિક આર્યનની આજકાલ બોલબાલા છે. બોલીવુડમાં એના નામ અને કામની ચર્ચાઓ સતત ચાલતી રહે છે. એમાંય કાર્તિક અને સારા અલી ખાનના રોમાન્સની વાતો તો ચોરે ને ચૌટે ગાજતી રહી છે. પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂકી સ્વીટી, લુકા છુપી, પ્યાર કા પંચનામા-2. પતિ. પત્ની ઓર વો — વગેરે ફિલ્મોમાં કાર્તિકના અભિનયની ખૂબ તારીફ થઈ હતી. તાજેતરમાં રજૂ થયેલી સારાઅલી ખાન અને કાર્તિકની ફિલ્મ લવ આજકલ ટિ્કિટબારી પર ખાસ ઝળકી નથી. આ ફિલ્મે બોકસ ઓફિસ પર કમાલ ના દેખાડી હોવા છતાં કાતિર્કની લોકપ્રિયતામાં અને  નિર્માતાઓ પાસે એની ડિમાન્ડમાં કશો ફરક પડ્યો નથી. આજે પણ રોજ નવા નવા નિર્માતાઓ કાર્તિકને પોતાની ફિલ્મનો હીરો બનાવવા એના ઘરની બહાર લાઈન લગાવે છે, એ હકીકત છે. સોનૂકે ટીટૂ કી સ્વીટી ફિલ્મથી એને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. આ ફિલ્મ કાર્તિક ના હદયની નજીક છે.હાલમાં કાર્તિક ભૂલભૂલૈયા-2ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે દોસ્તાના-2 માં પણ કામ કરી રહ્યો છે. કાર્તિકને બોલીવુડ રણબીર કપુરના પ્રતિસ્પર્ધી તરીકે જોઈ રહી છે. આજની યુવા પેઢીના સફળ યુવા અભિનેતાઓમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, વરુણ ધવન,  વિકી કૌશલ, ટાઈગર શ્રોફ – દરેકની અલગ અલગ પર્સનાલિટી છે, તેમની ફિલ્મની પસંદગી પણ જુદી જુદી છે. આથી કાર્તિક આર્યનને એની રોમેન્ટિક ઈમેજને કારણે રણબીર કપુર સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જોકે રણબીરની બહુમુખી પ્રતિભા સાબિત થઈ ચૂકી છે, અને હવે આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને શેરશાહમાં એની અભિનય શકિતનો સાચો હિસાબ મળશે, જ્યારે કાર્તિક આર્યન માટે રણબીર કપરની સમકક્ષ બનવું અઘરું છે.. દિલ્હી અભી દૂર હૈ …