બોલીવુડમાં એક નવી યુવા એન્ટ્રીઃ જગદીપનો પૌત્ર અને જાવેદ જાફરીનો પુત્ર  મિઝાન સંજય લીલા ભણશાળીની ફિલ્મ દ્વારા રૂપેરી પરદે પદાર્પણ કરશે..

0
831

 પદમાવત ફિલ્મની રજૂઆતને એક વરસથી વધુ સમય થઈ ગયો છે. કલ્પનાશીલ અને સર્જક પ્રતિભા ધરાવતા નિર્દેશક સંજય લીલા ભણશાળી પોતાની આગામી  ફિલ્મોના પ્રોજેકટ બનાવી રહ્યા છે. સલમાન ખાન અને શાહરુખ ખાનને લઈને ફિલ્મ બનાવવાની પણ તેમની યોજનાછે. . પ્રિયંકા ચોપરાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ગંગુબાઈની સ્ક્રીપ્ટ પણ તેમની પાસે તૈયાર છે. સલમાન ખાને પ્રિયંકા સાથે કામ કરવાનો ઈન્કાર કર્યો હોવાથી ભણશાલી બીજો વિકલ્પ શોધી રહ્યા છે. હવે નવા સમાચાર એ મળ્યા છે કે ભણશાળી જાવેદ જાફરીના પુત્ર મિઝાનને પોતાની ફિલ્મમાં ચમકાવવાના છે. સંજયની ભાણી શર્મિન સેગલ અને મિઝાન ભણશાળીની ફિલ્મથી ડેબ્યુ કરશે. સંજયની ફિલ્મમાં મંગેશ હડાવલે પણ હશે. મિઝાને જણાવ્યું હતું કે, હું નાનપણથી જ ફિલ્મમાં અભિનય કરવા માગતો હતો.આખરે સંજય સરને કારણે મારું સપનું પૂરું થશે. સંજય લીલા ભળશાળીએ મિઝાનને પોતાના પ્રોડકશનની ત્રણ ફિલ્મો માટે સાઈન કરી લીધો છે.