
કોરોનાના સંકટમાં બોલીવુડના અનેક મહારથીઓ તેમજ નાના- મોટા કલાકાર- કસબી ઉદાર દિલે દાન કરી રહ્યા છે. જરૂરતમંદોને મદદરૂપ બની રહ્યાછે. એમાં એક ખાસ નામ છે- અભિનેતા અજય દેવગણ . મંબઈમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. મંબઈ કોરોનાનું હોટ સ્પોટ ના બની જાય એવી દહેશત છે. મુંબઈની ધારાવી વસ્તીમાં બેસુમાર લોકો બહુજ સાંકડી ગલીઓના તેમજ નાની નાની ઝુપડપટ્ટીઓમાં રહે છે. હાલમાં ધારાવીમાં 1200 જેટલા લોકો સંગક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. અને ધારાવી વિસ્તારમાં રહેનારા લોકોને મદદરૂપ થવા માટે અજય દેવગણે પહેલ કરી હતી. અજયની પ્રોજકશન કંપની એડીએઇ- અજય દેવગણ ફિલ્મ્સની અંતર્ગત, ધારાવી મિશન શરૂ કરવામાં આવ્યુ છે. અજય દેવગણની આ કંપની આસરે ધારાવીના 700 પરિવારોની દેખરેખ રાખે છે. જરૂરતમંદોને ઉદારદિલે સહાય કરે છે. ધારાવી જણે કોવિદ-19નું હબ બની ગયું છે. રોજ નવા કેસ સામે આવી રહે્યા છે. અજય દેવગણે ટ્વીટ કરીને લોકોને ઉદાર દિલે દાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અનેક એનજીઓની મદદથી જરૂરતમંદ લોકોને રાશન અને સ્વચ્છતા કિટ આપવામાં આવી રહી છે. અમે 700 જેટલા પરિવારોની દેખરેખ રાખી રહ્યા છીએ, પણ હજી વધુ સહાયની આવશ્યકતા છે. હું સંપન્ન લોકોને આગળ આવવા અને મદદ કરવા માટે વિનંતી કરું છું. અજય દેવગણ ઈન્ડિયા સિને- એમ્પ્લોઈઝ એસોસિયેશનના કર્મચારીઓને પણ સહાય કરી રહ્યા છે.