બોલીવુડની ફિલ્મોની પ્રોડ્યુસર તેમજ ટીવી સિરિયલની નિર્માત્રી એકતા કપુરને મનોરંજન જગતની સોથી શક્તિશાળી મહિલાનો એવોર્ડ એનાયત કરાશે.

0
1310

બોલીવુડની ફિલ્મો તેમજ સોની , સ્ટાર પ્લસ, કલર કે જી સહિત અનેક ભારતીય ચેનલો પરથી પ્રસારિત કરવામાં આવતી ડેલી સોપ ઓપેરા- હિન્દી સિરિયલોના ચાહકો, દર્શકો એકતા કપુરના નામથી સારી પેઠે પરિચિત છે. એકતા કપિર એક દ્રષ્ટિવાન, પ્રતિભાસંપન્ન, સાહસિક અને પોતાના કામમાં નિપુણ મહિલા છે. એકતા કપુર ભારતના ટીવી જગતની બહુજ મહત્વની અને તાકાતવાન નિર્માત્રી છે. બિઝનેસ વલ્ર્-ની પોપ્યુલર ઈન્ડિયન મેગેઝિન ફોર્ચ્યુન ઈન્ડિયાએ એકતાને મોસ્ટ પાવરફુલ વુમન ઓપ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડનો એવોર્ડ આપવાની ઘોછણા કરી હતી. 
 આ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં એકતાએ સોષ્યલ મીડિયા પર લખ્યું હતું કે, મને પ્રેરણાદાયક મહિલાઓની સાથે સામેલ કરવા બદલ હું ફોર્ચ્યુન ઈન્ડિયાની આભારી છું. હું આસન્માન મેળવીને મારી જાતને ગૌરંવશીલ અનુભવી રહી છું. મારે હજી મારા ક્ષેત્રમાં ઘણું  કરવાનું બાકી છે. આશા રાખું છું કે હું એમની અપંક્ષાઓ પૂરી કરી શકીશ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here