બોલીવુડની દંગલ ગર્લ સાન્યા મલહોત્રાને સુપર ડાન્સર, સુપર સ્ટાર હૃતિક રોશન સાથે ડાન્સ પર આધારિત કથાધરાવતી ફિલ્મમાં અભિનય કરવો છે..

0
919

બોલીવુડના કેટલાક ફિલ્મ વિવેચકો અને કલાના પ્રશંસકોએ અભિનેતા હૃતિક રોશનને ગ્રીક ગોડનું ઉપનામ આપ્યું હતું. સૌષ્ઠવપૂર્ણ શરીર, આકર્ષક અને સોહામણું વ્યકિતત્વ ધરાવતો કલાકાર હૃતિ્ક રોશન જયારે ડાન્સ કરતો હોય ત્યારે એને જોનારા ૃ- માણનારા તમામ દર્શકો એની નૃત્યશૈલીના આશિક બની જાય છે. સોહામણો ભાવવાહી ચહેરો અને પ્રસન્નતા છલકતું પૌરુષસભર વ્યક્તિત્વ એટલે હૃતિક રોશન ! હૃતિક એક ઉત્કૃષ્ટ કલાકાર છે, તેટલો જ ઉત્કૃષ્ટ ડાન્સર પણ છે…દંગલ ગર્લ તરીકે બોલીવુડમાં પદાર્પણ કરનારા સાન્યા મલહોત્રા હૃતિક રોશન સાથે ડાન્સનો કન્ટેન્ટ ધરાવતી ફિલ્મમાં કામ કરવા માગે છે.. સાન્યા મલહોત્રા હૃતિક રોશનના અભિનયની પ્રશંસક છે. તે હૃતિકના ડાન્સથી  ખૂબ જ પ્રભાવિત છે. સાન્યાને ખુદને ડાન્સ કરવાનો શોખ છે. આમિરખાનની ફિલ્મ દંગલથી સાન્યાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. હાલમાં સાન્યા અનુરાગ બાસુની ફિલ્મમાં આદિત્ય રોય કપુર સાથે કામ કરી રહીછે. પરંત એનું એક જ સપનું છે- હૃતિક સાથે ડાન્સ ફિલ્મ કરવાનું. હૃતિકના ડાન્સ પર ફિદા છે, અને આથી જ એણે હૃતિક રોશન સાથે ડાન્સ આધારિત ફિલ્મમાં કામ કરીને પોતાનું સપનું પૂર્ણ કરવું છે.