બોલીવુડની જાજ્વલ્યમાન અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન મણિરત્નમની આગામી હિન્દી ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવશે…

0
1211

બોલીવુડમાં સુંદર અને પ્રતિભાસંપન્ન અભિનેત્રી ગણાતી ઐશ્વર્યા રાય બચ્ચન પાશે હાલમાં કોઈ જ ફિલ્મ નથી. તેની ભૂતકાળમાં રિલિઝ થયેલી ફિલ્મોએ પણ ટિકિટબારી પર સારો દેખાવ ન કર્યો હોવાથી તેમને ફિલ્મો મળતી નથી. આમ તો ટોચની અભિનેત્રી ગમાતી ઐશ્વર્યા વરસોથી કોઈ હિટ ફિલ્મ આપી શકી નથી. ગુરુ, ઈરુવર અને રાવન જેવી મણિરત્નમની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઐશ્વર્યા ફરી એકવાર પન્નીની સેલ્વમ ફિલ્મમાં જોવા મળશે.