બોલીવુડના સોહામણા પ્રતિભાશીલ કલાકાર હૃતિક રોશન ઓકસફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપશે…

0
749

   હૃતિક રોશનની અભિનય પ્રતિભા માટે કોઈ બેમત નથી. પોતાની ભૂમિકાને જીવંત કરવાનો એ અથાગ પ્રયાસ કરીને દર્શકોના દિલ જીતી લે છે. તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ- સુપર-30 એનો જીવતો જાગતો પુરાવો છે. હૃતિક અભિનયની સાથે સાથે સમાજ -સેવાના કાર્યોમાં પણ યોગદાન આપતો રહે છે. વિશ્વની સુવિખ્યાત યુનિવર્સિટી ઓકસફર્ડ સ્ટુડન્ટ સોસાયટીએ તેને પ્રવચન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને કારણે ઉત્સાહિત બનેલા હૃતિક રોશને જણાવ્યું હતું કે, આ આમંત્રણ  મેળવીને હું ખુશ થયો છું. સુપર-30ફિલ્મમાં મેં ભજવેલી શિક્ષક આનંદકુમારની ભૂમિકાની ભારતમાં જ નહિ, વિદેશમાં પણ બહુજ પ્રશંસા કરવામાં આવી રહી છે. 

   બોલીવુડમાં હૃતિક રોશને આપેલા મહત્વના યોગદાન તેમજ સામાજિક સેવાના ક્ષેત્રમાં તેના પ્રદાન અને નિસબતને લક્ષમાં રાખીને  ઓકસફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટસ યુનિયન દ્વારા તેને આમંત્રિત કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હૃતિક રોશન હાલમાં એકશન ફિલ્મ વોરમાં ટાઈગર શ્રોફની સાથે કામ કરી રહ્યો છે. સત્તેપે સત્તાની રિમેકમાં પણ તે દીપિકા પદુકોણ સાથે ભૂમિકા ભજવવાનો છે.