બોલીવુડના સોહામણા અને અખૂટ પ્રતિભા ધરાવતા યુવાન અભિનેતા રણબીર કપુર અને સલમાન ખાન બન્નેની ફિલ્મો ક્રિસમસ સમયે રિલિઝ થશે

0
839

યુવાન નિર્દેશક અયાન મુખરજી અને નિર્માતા કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપુર,આલિયાભટ્ટ તેમજ અમિતાભ બચ્ચન ભૂમિકા ભજવી રહયો છે. પહેલા આ ફિલ્મ ઓગસ્ટમાં રિલિઝ થવાની હતી, પણ હવે ક્રિસમસમાં રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિસમસના સમયગાળામાં સલમાન ખાનની ફિલ્મ કિક-2 પણ રિલિઝ થવાની છે. એટલે સ્વાભાવિક છે કે આ બન્ને ફિલ્મો વચ્ચે ટિકિટબારી પર ટક્કર થશે.