બોલીવુડના સેલેબલ અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની ફી 2.5 ( અઢી કરોડ) રૂા. કરી નાખી..

0
1094

એક પછી એક સતત સાત સુપર હિટ ફિલ્મો આપનાર આયુષ્માન ખુરાનાની ગણત્રી હવે બોલીવુડના પ્રથમ પંક્તિના કલાકારોમાં કરવામાં આવી રહી છે. પોતાની અભિનય પ્રતિભાને એણે નેશનલ એવોર્ડ મેળવીને પુરવાર કરી દીધી છે, એટલું જ નહિ તેની મોટાભાગની ફિલ્મોએ 100 કરોડથી વધુ આવકનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ટિકિટબારી પર એની ફિ્લ્મોએ આવક મેળવીને બોલીવુડના નિર્માતાઓમાં વિશ્વસનીયતા ઊભી કરી દીધી છે. તે અનેક કમર્શિયલ જાહેરખબરોમાં ચમકી રહ્યો છે. રિયલ એસ્ટેટ, મોબાઈલ, કપડાં, ડિયોડરન્ટ, ઘડિયાળની પ્રતિષ્ઠિત અને જાણીતી બ્રાન્ડ સાથે તે જોડાઈ ગયો છે. પ્રેક્ષકો અને ફિલ્મ વિવેચકો – બન્નેને આયુષ્માનની ફિલ્મો પસંદ પડે છે. આયુષ્માન વિવિધ પ્રકારના અને પડકારભર્યા રોલ સ્વીકારે છે. તેની દરેક ફિલ્મમાં તેના અભિનયમાં તાજગી અને સહજતા અનુભવાય છે. ખાન ત્રિપુટીએ દાયકાઓ સુધી બોલીવુડમાં રાજ કર્યું છે. પણ રાજકુમાર રાવ, નવાજુદી્ન સિદી્કી, વિક્કી કૌશલ, કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના, સુશાંત રાજપૂત જેવા નવા યુવા અભિનેતાઓ પોતાની પ્રતિભાના જોરે બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે…