બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન વિરુધ્ધ એફઆઈ આર દાખલ કરવાનો અદાલતનો આદેશ – તેમની નિર્મિત ફિ્લ્મ લવરાત્રિનું શીર્ષક હિંદુઓની ધામિર્ક લાગણીને ઠેસ પહોંચાડે છે…..

0
777

બોલીવુડના  સુપરસ્ટાર સલમાન ખાનની તકલીફો ઓછી થવાનું નામ જ નથી લેતી. થોડા થોડા સંમયના અંતરે તેમનું નામ  ચર્ચાતું રહે છે. તેઓ સામે તાજેતરમાં બિહારની એક અદાલતે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કર્યો છે. એમની વિરુધ્ધ બિહારના મુઝફ્ફરનગરની અદાલતે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સલમાન ખાનની સાથે સાથે અન્ય 76 લોકો સામે પણ એફઆઈ આર દાખલ કરવામાં આવશે. સલમાન ખાને એના બનેવી આયુષ શર્માને બોલીવુડમાં રજૂ કરતી પ્રથમ ફિલ્મ બનાવી છે, જેની વાર્તા ગુજરાતની પશ્ચાદભૂમી પર આકાર લે છે અને જેમાં નવરાત્રિના ઉત્સવ અંગે ખાસ રજૂઆત કરવામાં આવી છે, પણ આફિલ્મની કથા પ્રેમકથા હોવાથી સલમાન ખાને તેનું નામ લવરાત્રિ રાખ્યું છે , તેનો ભારતના જુદા જુદા વિસ્તારોમાં વસનારા ચુસ્ત હિંદુઓ વિરોધ કરી રહ્યા છે. લવરાત્રિ ટાઈટલને કારણે હિંદુ ધર્મના અનુયાયીઓ તેનો વિરોધ કરી રહયા છે. નવરાત્રિ નવ રાત્રિનો ઉત્સવ ગણાય છે. એ તહેવાર ખરેખર તો  આદ્યશક્તિની પૂજા- આરાધનાનો ઉત્સવ છે.હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે, શિવ અને શક્તિએ મળીને સમગ્ર સૃષિટનું સર્જન કર્યું છે. નવરાત્રિ એ શક્તિની આરાધના કરવાનો મહોત્સવ છે. શક્તિના વિવિધ રૂપો- જગદંબા, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, બહુચરા, ખોડિયાર, ચામુંડા, દુર્ગા વગેરે છે. – નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- અર્ચનાનો ઉત્સવ એટલે નવરાત્રિ . એની સાથે હિંદુ પ્રજાની ધાર્મિક સંવેદના સંકળાયેલી છે. એટલે આ તહેવારના નામનો અનાદર થાય એવા ટાઈટલો સલમાન ખાને ફિલ્મને ન આપવા જોઈએ એવું કેસ દાખલ કરનારા લોકોનું કહેવું છે.