
અનિલ કપુરના ચાહકોને આ સમાચાર જાણીને આશ્ચર્ય થશે કે તેમના લાડીલા કલાકાર હવે શરીરની સ્થૂળતા વધારવાની કામગીરી કરી રહ્યા છે. વાત જાણે એમ છેકે બોલીવુડના જાણીતા નિર્માતા- નિર્દેશક કરણ જોહર એક ઐતિહાસિક વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છે. મોગલ શાસનકાળની એમાં કથા છે. બાદશાહ અને શાહજાદાઓની ફિલ્મ છે જેમાં અનિલ કપુરની મહત્વની ભૂમિકા છે. ફિલ્મનું નામ છે તખ્ત . આ મલટીસ્ટારર ફિલ્મમાં રણબીર સિંહ, કરીના કપુર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જાહનવી કપુર,વગેરે કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગ માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે..