બોલીવુડના લોકપ્રિય ફિલ્મ – નિર્માતા કરણ જોહરની સુપરહિટ ફિલ્મ દોસ્તાનાની સિકવલનું શૂટિંગ નવેમ્બરથી શરૂ કરવામાં આવી રહ્યું છે.

0
771

બોલીવુડની ફિલ્મના રસિયાઓને કરણ જોહરની કોમેડી ફિલ્મ દોસ્તાના ખૂબજ ગમી હતી. આ ફિલ્મે ટિકિટબારી પર  પમ સારી આવક ઊભી કરી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, જહોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આફિલ્મનું એક ગીત માકા લાડલા બિગડ ગયા.. ખૂબ લોકપ્રિય બન્યું હતું. 

    આ ફિલ્મનો બીજો ભાગ( સિકવલ) બનાવવામાં આવી રહ્યો છે. જેમાં કાર્તિક આર્યન, જાહનવી કપુર અને લક્ષ્ય  લાલવાની મુખ્ય ભૂમિકા ભજવશે. ભારતના વિવિધ શહેરોમાં તેમજ વિદેશમાં આફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. આફિલ્મ માટેના અન્ય કલાકારોની પસંદગી થઈ રહી હોવાનું બોલીવુડના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.