બોલીવુડના યુવા અભિનેતા- અભિનેત્રી તેમજ ફિલ્મ- સર્જકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા …

0
944

 

બોલીવુડના અનેક દિગ્ગજ કલાકાર – કસબીઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી દિલ્હી ખાતે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેમાં રણબીર કપુર, આલિયા ભટ્ટ,સિધ્ધાર્થ મલહોત્રા, કરણ જોહર, એકતા કપુર, આયુષમાન ખુરાના, રણવીર સિંઘ, વરુણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, રોહિત શેટ્ટી વગેરેનો સમાવેશ થતો હતો. આ  કલાકારોએ દિલ્હી એરપોર્ટપર તસવીરો પડાવી હતી. બોલીવુડના- ફિલ્મ ઉદ્યોગના નવી પેઠીના કલાકારોને વડાપ્રદાન મોદીએ મળવા બોલાવ્યા હતા. ફિલ્મો આપણા સમાજ પર કેવી અસર કરે છે તે વિષે ચર્ચા કરવામાં આવી હતી. આ અગાઉ થોડાક સપ્તાહ પહેલા બોલીવુડના ટોચના કલાકાર-કસબીઓ મુંબઈ રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, પરંતુ એ વખતે મોદીજીની મુલાકાતે ગયેલા આ ફિલ્મી કાફલામાં એક પણ મહિલા શામેલ થઈ નહોતી. જેને કારણે કેટલાક લોકોએ  એ અંગે વાંધો ઊઠાવ્યો હતો, વિરોધ વ્યક્ત કર્યો હતો.