બોલીવુડના યુવાન નવોદિત અભિનેતા ઈશાન ખટ્ટર મીરા નાયરના A SUITABLE BOY માં ભૂમિકા ભજવશે. …

0
889

 કરણ જોહર નિર્મિત, સફળ અને લોકપ્રિય બનેલી મરાઠી ફિલ્મ સૈરાટ પર આધારિત હિન્દી ફિલ્મ ધડકમાં ઈશાને શ્રીદેવીની પુત્રી જાહનવી કપુર સાથે હીરોની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ઈશાને ખૂબ જ અસરદાર અભિનય કર્યો હતો. ઈઝરાયલના ડિરેકટર મજિદ મજિદની આંતરરાષ્ટ્રીય ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડસમાં પણ ઈશાનની ભૂમિકા લોકોને પસંદ પડી હતી. હવે ઈશાન ખટ્ટરે એક નવો પ્રોજેક્ટ મેળવ્યો છે. મીરા નાયર જાણીતા અંગ્રેજી નવલકથકાર વિક્રમ શેઠની નવલકથા એ સુટેબલ બોય પરથી એક શો તૈયાર કરી રહ્યા છે. જેમાં ઈશાન ખટ્ટર મહત્વની ભૂમિકા ભજવશે એવી માહિતી બોલીવુડના આધારભૂત સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળી હતી.