
હિ્ન્દી ફિલ્મજગતના મહાન કલાકાર અને નિર્દેશક અને શો મેન સદગત રાજ કપુરનાં પત્ની કૃષ્ણા કપુરનું 1લી ઓકટોબરે વહેલી સવારે 4 વાગે દુખદ અવસાન થયું હતું. તેઓ કપુર પરિવારના મોભી અને વડીલ હતાં. રાજકપુરના અવસાન બાદ તેમણે પોતાના પરિવાર અને પુત્રો સહિત સમસ્ત કપુર પરિવારની સાર- સંભાળ રાખી હતી. તેમણે પરિવારમાં એકતા અને સંપ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કર્યા હતા. તેઓ અભિનેતા પ્રેમનાથ રાજેન્દ્રનાથ અને નરેન્દ્રનાથનાં બહેન હતાં. તેમના પરિવારમાં પુત્રો રણધીર કપુર, ઋષિ કપુર, રાજીવ કપુર તેમજ પુત્રીઓ રિતુ નંદા અને રિમા તેમજ પૌત્રો અને પૌત્રીઓનો સમાવેશ થાય છે.
તેમના અવસાનથી સમગ્ર બોલીવુડ શોકની લાગણી અનુભવી રહયું છે. મહાનાયક અમિતાભ બચ્ચન, અનિલ કપુર સહિત તમામ નાના મોટા કલાકાર-કસબીઓએ તેમને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી હતી