બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતા અભિનેતા ઈમરાન હાશ્મી … 

0
838

     અભિનેતા ઈમરાન હાશ્મીએ ફિલ્મ ફેસિસમાં સહકલાકાર તરીકે બિગ બી સાથે કામ કર્યું છે. તેમણે ફિલ્મ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફિલ્મનું 70 ટકા શૂટિંગ પૂરું  કરવામાં આવ્યું છે. અમિતાભ સાથે સ્ક્રીન શેયર કરવાનો તેમનો આ અનુભવ યાદગાર છે. ઈમરાને જણાવ્યું હતું કે, બચ્ચન સર સાથે કામ કરવાનો મારો અનુભવ બહુ જ સરસ હતો. હું માનું છું કે, તેમના અભિનયની અસર માત્ર બોલીવુડના દરેક કલાકાર જ નહિ, આપણા દેશના દરેક નાગરિક પર પણ છે. અમિતજી સાથે કામ કરીને દરેક અભિનેતાને કશુંક નવું શીખવા મળે છે. આનંદ પંડિત આ ફિલ્મના નિર્દેશક છે. તેમની સાથે કામ કરવાની મને બહુ મજા આવી હતી. હવે આ ફિલ્મ જલ્દીથી પૂરી થઈને રિલિઝ થાય તેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.