

હાલમાંં જ આયુષ્યમાન ખુરાનાને હિન્દી ફિલ્મ અંધાધૂનમાં ઉત્તમ અભિનય કરવા માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેની બન્ને ફિલ્મો – અંધાધૂન અને બધાઈ હોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બન્ને ફિલ્મોમાં તેણે ભજવેલી ભૂમિકાના વખાણ કરવામાં આવ્યા હતા. સશક્ત ભૂમિકા અને જરા હટકે કન્ટેન્ટ- વિષય હોય તેવી ફિલ્મોમાં જ અભિનય કરવાનું આયુષ્માન પસંદ કરે છે. હવે હાલમાં તેની આગામી ફિ્લ્મ ડ્રીમગર્લનું ટ્રેલર રિલિ્ઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આયુષ્માન એક નાનકડા શહેર (મથુરા)માં રહેતી યુવતીની ભૂમિકા ભજવી રહ્યો છે. શરીર પુરુષનું હોય, પણ એની અંદર રહેતું એનું મન છોકરીની જેમ જ રહેવાનું, બોલવાનું, વર્તવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં એક યુવતીની ભૂમિકા ભજવવા માટે આયુષ્માન ખુરાનાએ ખૂબ જ મહેનત કરી છે. બાકાયદા તાલીમ લીધી છે. છોકરી જેવા હાવભાવ, છોકરીની જેમ હરવું- ફરવું, ચાલવું- બેસવું, હસવું – બોલવું – આ તમામ માટે એણે અતિ જહેમત અને સૂઝથી તાલીમ અને નિરીક્ષણ દ્વારા પોતાના પાત્રને વધુ સ્વાભાવિક અને નેચરલ બનાવવાની કોશિશ કરી છે