બોલીવુડના પ્રતિભાશીલ કલાકાર શાહિદ કપુરે પોતાની ફીમાં વધારો કર્યો.. 

0
763

 

જાણીતા અભિનેતા શાહિદ કપુરની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહ ટિ્કિટબારી પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. શાહિદના અભિનયના વખાણ થઈ રહ્યા છે. દક્ષિણની ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હિન્દી ફિલ્મ કબીર સિંહને જોરદાર સફળતા મળી છે.  શાહિદ કપુર પાસે એક વધુ તેલુગુ ફિલ્મ જર્સીના હિન્દી રિમેકમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવવાની ઓફર આવી છે. શાહિદ અગાઉ એક ફિલ્મ માટે રૂા. 10 થી 12 કરોડ મહેનતાણુ લેતો હતો. પરંતુ કબીર સિંહ બોકસ ઓફિસ પર હિટ થયા બાદ તેણે પોતાની ફીમાં વધારો કર્યો હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. શાહિદ હવે ફિલ્મ સાઈન કરવાના  રૂા. 40 કરોડ માગે છે. એક ક્રિકેટરના જીવન પરથી બની રહેલી ફિલ્મ જર્સી માટે શાહિદ કપુરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે નિર્માતા પાસેથી મહેનતાણા તરીકે રૂા. 40 કરોડની માગણી કરી હતી. શાહિદ કપુર એક નીવડેલો અભિનેતા છે. ફિલ્મ હૈદરમાં તેને ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો. એ માટે તેને બેસ્ટ એકટરનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શાહિદ હવે ફિલ્મમાં પોતાની ભૂમિકા કેટલી શશક્ત છે, તેમજ તેના ચાહકો- પ્રેક્ષકોને એ ગમશે કે નહિ એ તમામ બાબતો ધ્યાનમાં રાખીને જ ફિલ્મનો સ્વીકાર કરે છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવતમાં તેનો અભિનય સરાહનીય હતો. ફિલ્મ ઉડતા પંજાબમાં પણ શાહિદ કપુરની ભૂમિકાના વખાણ થયા હતા.