બોલીવુડના પ્રતિભાશાળી નિર્માતા- નિર્દેશક ને અભિનેતા ફરહાન અખ્તરની ફિલ્મ તૂફાન 16 જુલાઈએ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલિઝ થશે.. 

 

       ફરહાન અખ્તર એક પ્રતિભાસંપન્ન કલાકાર- કસબી છે. વરસો અગાઉ તેમણે ફિલ્મ દીલ ચાહતા હૈ ફિલ્મનું નિર્દેશન કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી હતી. ત્યારબાદ ભાગ મિલખા ભાગમાં  ફરહાને મિલખાસિંઘની ભૂમિકા ભજવીને પ્રેક્ષકો અને વિવેચકોની ખૂબ પ્રશંસા મેળવી હતી. ફરહાન અખ્તરના આ ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યું છે. ફિલ્મની રિલિઝ તારીખ જાહેર થતાં બોલીવુડના અનેક  કલાકારોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં ઋતિક રોશન, સિધ્ધાંત ચતુર્વેદી, દિયા મિઝાૅ, કરણ ટેકર, ઝોયા અખ્તર વગેરેનો સમાવેશ થતો હતો.