બોલીવુડના પીઢ એકટર- સ્ટાર મિથુન ચક્રવર્તી પીઠના દર્દના ઈલાજ માટે અમેરિકાની મુલાકાતે

0
976

 


બોલીવુડના જાણીતા સ્ટાર- એકટર મિથુન ચક્રવર્તીને પીઠમાં સખત દુખાવો થવાને કારણે અમેરિકાના લોસ એન્જલસ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. પોતાની પીઠના દુખાવાનો ઈલાજ કરાવવા માટે મિથુન ચક્રવર્તી અમેરિકાની મુલાકાતે આવ્યા હતા, પણ તેમના દુખાવાની સ્થિતિ તબીબોને અસામાન્ય લાગવાને કારણે તેમને હોસ્પિટલમાં  દાખલ કરી દેવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના મોટા પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી અને પુત્રવધૂ મદાલસા શર્મા પણ અમેરિકા આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. 2009માં ફિલ્મ લકીના શૂટિંગ દરમિયાન એક એકશન સિકવન્સનું શૂટિંગ કરતી વેળાએ મિથુન ચક્રવર્તીને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને હંમેશા પીઠમાં દુખાવો થવાનું ચાલુ રહ્યું. 2016માં મિથુને પોતાના બધા રોકાણો છોડીને પીઠના દુખાવાનો ઈલાજ કરાવવા માટે અમેરિકા આવ્યો હતો. તાજેતરમાં મિથુન ને એક શૂટિંગ દરમિયાન પીઠનો દુખાવો ફરી શરુ થતા જ એનો પુત્ર સારવાર માટે પિતા મિથુનને લોસ એન્જલસ લઈ આવ્યો હતો. હાલમાં મિથુનની તબિયત સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.