બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર વેલેન્ટાઈન ડે પ્રસંગે પોતાની નવી રેસ્ટોરન્ટ હી મેનનું ઉદઘાટન કરશે…

0
1320

 

 બોલીવુડના સૌથી સોહામણા અને અત્યંત લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર હવે તો જીવનના 8 દાયકા વિતાવી ચૂક્યા છે. આમ છતાં તેઓ સતત કાર્યરત રહે છે. યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી પોતાના ફાર્મ હાઉસનું સંચાલન આનંદભેર કરી રહ્યા છે. ધરમજીએ અગાઉ ગરમ ધરમ ધાબા નામની હોટેલ શરૂ કરી હતી. તેને ખૂબ જ સફળતા મળી હતી. હવે તેઓ હરિયાણાની નિકટ કર્નાલ હાઈવે પર બીજી રેસ્ટોરન્ટનું ઓપનિંગ કરવાના છે. જેનું નામ રખાયું છેઃ હી મેન . આમ પણ ધરમજી તેમના સિને- ચાહકોમાં અને મિડિયામાં હી-મેનના નામથી મશહૂર છે. ધરમજીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા રેસ્ટોરન્ટ વિષે જાહેરાત કરી હતી. પોતાના  ખેતરના ધાન્ય- શાકભાજી અને ફળો સીધા હોટેલ સુધી પહોંચતા કરીને ગ્રાહકોને ઓરગેનિક અને સ્વાદિષ્ટ ફુડ પીરસવામાંં આવશે. તેમણે જણાવ્યું હતું કે, હું કરનાલમાં હી- મેન નામની પ્રથમ પ્રકારની ફોર્મ ફોર્ક રેસ્ટોરન્ટ વેલેન્ટાઈન ડેના શરૂ કરી રહ્યો છું. હું લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યો હતો. જે હવે પૂરી થઈ છે.