બોલીવુડના ટોચના અભિનેતા રણવીર સિંહ મેઘના ગુલઝારની ફિલ્મમાં ભારતીય લશ્કરના ભૂતપૂર્વ સર સેનાપતિ સામ માણેકશાની ભૂમિકા ભજવશે

0
841

 

સંજય લીલા ભણશાળીની ફિલ્મોમાં વૈવિધ્યસભર અને સત્વશીલ ભૂમિકાઓ અસરકારક રીતે ભજવીને  પ્રથમપંક્તિના કલાકારોમાં સ્થાન મેળવનારા પ્રતિભાસંપન્ન ઊર્જાવાન અને ખેલદિલ કલાકાર રણવીર સિંહ હવે મેઘના ગુલઝારની ભારત- પાકિસ્તાનના (1971) યુધ્ધની પશ્ચાદભૂમાં બની રહેલી ફિલ્મમાં ભારતના જવાંમર્દ સર સેનાપતિ સર  સામ માણેકશાની ભૂમિકા ભજવશે એવી માહિતી પ્રાપ્ત થઈ હતી. રોહિત શેટ્ટી નિર્દેશિત એકશન ફિલ્મ સિમ્બા તાજેતરમાં જ રિલિઝ થઈછે. . જેમાં રણવીર સિંહની ભૂમિકાને પ્રેક્ષકો વખાણી રહ્યા છે. ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોય પણ હવે ટૂંક સમયમાં પ્રદર્શિત થશે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકાઓ છે. કરણ જોહરની આગામી મહત્વાકાંક્ષી મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં પણ રણવીર ભૂમિકા ભજવી રહ્યો છે. હવે મેઘના ગુલઝારની ફિલ્મ એ એક ખ્યાતનામ ઐતિહાસિક વ્યક્તિવિશેષ સર સેનાપતિ સામ માણેકશાની બાયોપિક છે. સર માણેકશા દેશના સૈાથી વધુ લોકપ્રિય લશ્કરી વડા હતા.એમની ભૂમિકા ભજવવા માટે રણવીર સિંહે ખૂબ જ મહેનત કરવી પડશે. એનો થનગનાટ, ઉલ્લાસ , તરવરાટ બધું એકકોરાણે મૂકીને એક નવા પાત્રના બીંબામાં ઢળવું પડશે.